ભારત સરકાર ખાલિસ્તાનીઓને ટાર્ગેટ કરવા બિશ્નોઈ ગેંગનો ઉપયોગ કરે છેઃ કેનેડા પોલીસનો દાવો

ભારત સરકાર ખાલિસ્તાનીઓને ટાર્ગેટ કરવા બિશ્નોઈ ગેંગનો ઉપયોગ કરે છેઃ કેનેડા પોલીસનો દાવો

ભારત સરકાર ખાલિસ્તાનીઓને ટાર્ગેટ કરવા બિશ્નોઈ ગેંગનો ઉપયોગ કરે છેઃ કેનેડા પોલીસનો દાવો

Blog Article

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ કરી રહેલા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે સોમવારે દાવો કર્યો હતો કે ભારત સરકારના એજન્ટો દક્ષિણ એશિયાઈ સમુદાયને અને ખાસ કરીને ખાલિસ્તાની તરફી તત્વો ને નિશાન બનાવવા માટે ગુનેગારોનો ઉપયોગ કરે છે. પોલીસે ખાસ કરીને બિશ્નોઈ ગેંગનો ઉલ્લેખ કર્યો હતો.

કમિશનર માઈક ડુહેન અને તેમના ડેપ્યુટી બ્રિજિટ ગૌવિન દ્વારા આ આરોપથી ભારત અને કેનેડા વચ્ચે વિવાદમાં વધારો થયો હતો. ગયા વર્ષે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આક્ષેપ કર્યો હતો કે નિજ્જરની હત્યામાં સંભવત ભારત સરકારના એજન્ટ સંડોવાયેલા છે.

ગોવિને જણાવ્યું હતું કે “તે (ભારત સરકાર) દક્ષિણ એશિયાઈ સમુદાયને લક્ષ્ય બનાવી રહી છે… પરંતુ તેઓ ખાસ કરીને કેનેડામાં ખાલિસ્તાની તરફી તત્વોને નિશાન બનાવી રહ્યા છે. આરસીએમપીના પરિપ્રેક્ષ્યમાં અમે જે જોયું છે તે એ છે કે તેઓ સંગઠિત ગુનાખોરી તત્વોનો ઉપયોગ કરે છે. નિજ્જરની હત્યાનો એક ક્રાઇમ ગ્રુપે દાવો કર્યો હતો, જે બિશ્નોઈ ગેંગ. અમે માનીએ છીએ કે આ ગેંગ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલું છે.

ડુહેમ અને ગૌવિને વધુમાં દાવો કર્યો હતો કે કેટલાક ભારતીય રાજદ્વારી કર્મચારીઓ સંશયાત્મક અને ગેરકાયદેસર માધ્યમો દ્વારા સંગઠિત અપરાધ તત્વો સાથે કામ કરે છે.

Report this page